અદમ ટંકારવી ~મીઠ્ઠી માલિકની

દીવા જેવી

મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.

તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.

છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઈ કે કશા જેવી.

દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.

સ્મરણ તારું છે સાતસોછ્યાસી    
યાદ તારી છે શ્રી સવા જેવી.

ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

~ અદમ ટંકારવી

1 thought on “અદમ ટંકારવી ~મીઠ્ઠી માલિકની”

  1. લલિત ત્રિવેદી

    છેલ્લો શેર તો અદ્ભુત. વાહ વાહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *