હર્ષદ ચંદારાણા ~ ફીણ, મોજાં

પગલાંની દેરી

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
બાંધીએ ચાલો અહીં પગલાંની દેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
ને હવે એમાં તમે ઝુલ્ફો વિખેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
હાથ લાગી એક કલરવની કચેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
આંખ સામે તોય મારાં ગામ શેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
એટલે બેઠો હવે શબ્દો વધેરી.

~ હર્ષદ ચંદારાણા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *