નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ ~ આપણું પ્રાતના

*પ્રભાત સૂર્યમાં*

આપણું પ્રાતના તાપમાં ચાલવું.

કેન્દ્ર લૈ ચરણમાં
ઈન્દ્રધનુ વરણમાં
કો અનાવરણમાં
વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું !

તેજ-છાયા-વણી
બિંબ-બિંબો તણી
ચો-ભણી ગૂંથણી,
આપણું કો મહાખાપમાં ચાલવું !

રેખનું ખરી જવું,
રૂપનું ગળી જવું,
આપમાં મળી જવું,
આપણું આપણા આપમાં ચાલવું !
આપણું પ્રાતના તાપમાં ચાલવું.

~ ઉશનસ્

(28.9.1920 – 6.11.2011)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *