એસ.એસ.રાહી ~ ભીંતમાં રસ્તા

🥀🥀

ભીંતમાં રસ્તા નીકળતા હોય છે
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?

ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.

દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.

આપણે કયાં કંઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.

આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?

~ એસ. એસ. રાહી (28.12.1952)

3 thoughts on “એસ.એસ.રાહી ~ ભીંતમાં રસ્તા”

  1. દેવેન્દ્ર રાવલ

    Vaaah સાહેબ.. ખૂબ સરસ ગઝલ 🙏🙏🙏🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *