દલપતરામ ~ મનરુપી ઘોડો

🥀 🥀

*મનરૂપી ઘોડો* (કવિત)

મનરૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો,
જેનો જડે નહિ જોડો, એવો દોડ્યો જાય દૂર તે;

ગણે નહિ ટાઢતાપ, ગણે નહિ પુણ્યપાપ,
ગણે ન અમાપ પ્રૌઢ, પાણી તણું પૂર તે;

ઊડીને આકાશ જાય, કૂદીને કૈલાસ જાય,
પાતાળની પાસ જાય, જલદી જરૂર તે;

કહે દલપતરામ, શી રીતે લવાય ઠામ,
જો કદાપિ કરે આમ ફાવતું ફિતૂર તે.

~ દલપતરામ (21.1.1920 – 25.3.1898)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *