શિલ્પીન થાનકી ~ સહુ કહે છે

🥀🥀

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

સહુ કહે છે: ‘ઝાંઝવાં છે રણ મહીં’,
હું કહું છું: ‘ત્યાં નર્યા મૃગજળ નથી’.

સહુ કહે છે: ‘પાનખર છે ઉપવને’,
હું કહું છું: ‘ત્યાં ધરા ઊષર નથી.’

સહુ કહે છે: ‘શૂન્ય છે આકાશ આ’,
હું કહું છું: ‘સૂર્ય આ જર્જર નથી.’

સહુ કહે છે: ‘ક્ષણ સમી છે જિન્દગી’,
હું કહું છું: ‘પ્રાણ મુજ નશ્વર નથી.’

~ ‘શિલ્પીન’ થાનકી

નકારમાં કહેવાયેલી વાત કેટલી નક્કર બની છે !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *