🥀🥀
આવો તો સંવાદ રચીશું સપનામાં,
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં.
ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે,
વર્ષોથી છું ખાલીપાના કબજામાં.
લોકો વચ્ચે જલદી વહેતા કરવા’તા
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.
કૂંપળ ફૂંટુ ફૂંટુ થાતી જોઈને,
પીળા પાને વાર ન કીધી ખરવામાં.
સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.
એની સામે કાયમ સાચું રહેવું છે
દુનિયા સામે છો ને દંભી પડદામાં.
તેથી અમને લગન લાગી ગઝલોની
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં.
~ શબનમ ખોજા
પ્રત્યેક શેર કાવ્યત્વથી ભરપૂર, નાવીન્યથી છલકાતો.
