ઉર્વીશ વસાવડા ~પાંદડાથી મૂળ લગ

🥀 🥀

*તોરણ ઉતાર્યા*

પાંદડાથી મૂળ લગ વૃક્ષોને ઠાર્યા,
આ જ જળનું રૂપ લઈ ઈશ્વર પધાર્યા.

બાળકોનો સાંભળી કિલ્લોલ લાગ્યું,
વેદ મંત્રો એમણે સાચા ઉચાર્યા.

સાવ ખુલ્લા પગ લઈ ચાલ્યા સડક પર
એમણે આહ્લાદના દિવસો સુધાર્યા.

આભમાં આતંક સૂરજનો હતો પણ,
વાદળોથી તાપ ને તડકાઓ હાર્યા.

સાવ સાચાં મોતીઓ જેવાં ટીપાંએ,
આભથી આષાઢનાં તોરણ ઉતાર્યા.

~ ઉર્વીશ વસાવડા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *