રમેશ પારેખ ~ મારાં સપનાંમાં

હરિ

મારાં સપનાંમાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી,
મારાં સપનાંમાં આવ્યા હરિ.

સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાનાં સૂબા;
મારાં આંસુને લૂછ્યા જરી,
મારાં સપનાંમાં આવ્યા હરિ.

આંધણ મેલ્યા મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બહાવરી’,
મારાં આંસુને લૂછ્યા જરી,
મારાં સપનાંમાં આવ્યા હરિ..

~રમેશ પારેખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *