
🥀🥀
*મને ભૂલી તો જો!*
મને ભૂલી તો જો !
તેં જ મને તારામાં પૂર્યો,
એ વાતને કબૂલી તો જો!
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે
તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તુંય હજી આંજે અણસાર
અને મારામાં હુંય ભરું ડાયરો;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો!
છેટે રહેવાથી નહીં ટાળી શકાય
મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો
હુંય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
~ વિનોદ જોશી
લયથી છલોછલ અને પ્રણાયાભિવ્યક્તિથી તરબતર આ ગીત નાયિકાને એક આહવાહન આપે છે, ‘મને ભૂલી તો જો!’ પોતાના પ્રેમ પર એટલો વિશ્વાસ છે નાયકને.
તું તારી આંખમાં મારો અણસાર આંજીને જીવે છે તો હું મનમાં તારી યાદનો ડાયરો ભરીને બેઠો છું…… પોપચાં બંધ કરવાથી પ્રેમ પોયણાની જેમ ખીલશે… ઘેલછા અને બહાવરાપણા વગર પ્રેમ થાય ક્યાંથી ?
સમગ્ર રજૂઆત એટલી નમણી છે કે ગીત મન મોહી લે.
🙏🏻🙏🏻
🙏🏻આપ ‘કાવ્યવિશ્વ’ના નિયમિત મુલાકાતી છો. આપ આ સાઇટ subscribe કરો એવી અપેક્ષા. આભાર. 🙏🏻

Excellent Poem
ખુબ સરસ ગીત 👌👌
વિનોદભાઈનું ગીત અને એના શબ્દો તો લયને પણ વધારાનો લય ગજવામાંથી કાઢીને ઉછીનો આપે, એટલું સરસ..!
ગીત કવિની સુંદર પ્રેમની રચના.
સુંદર ગીત. સુંદર આસ્વાદલેખ હ
ગીતના લય જેને સહજ છે એવા વિનોદભાઈનું આ પ્રણયગીત પ ણ સરસ છે.
ખૂબ સરસ રસભર લયબદ્ધ ગીત કાવ્ય…! શ્રી વિનોદ જોશી તો એક ઉમદા ગીતકાર છે…! પ્રણયના રંગમાં લથબથ આખું કાવ્ય…
ખૂબ સુંદર લયબદ્ધ રચના.