મનહર મોદી ~ સાચેસાચું બોલ

સાચેસાચું બોલ, મનહરા!
મણનું મોઢું ખોલ, મનહરા!

જીવતર કાણી ડોલ, મનહરા!
ખાવા લાગે ઝોલ, મનહરા!

અજવાળું અણમોલ, મનહરા!
પોતાને તું તોલ, મનહરા!

સુખને દુઃખથી ફોલ, મનહરા!
મોંઘા એના મોલ, મનહરા!

મીઠું મીઠું બોલ, મનહરા!
ઈશ્વરનું ઘર ખોલ, મનહરા!

~ મનહર મોદી (15.4.1937-23.2.2003)

3 thoughts on “મનહર મોદી ~ સાચેસાચું બોલ”

  1. સાવ ટૂંકી પંક્તિઓ અને સરળ ભાષામાં અભિવ્યક્તિ સરસ થઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *