તેજસ દવે ~ શબરી ના જાય હવે

🥀🥀

શબરી ના જાય હવે વીણવાને બોર અને ચાખેલા બોર નહીં લાવે,
બોર જેવા આંસુઓ લૂછવાને રામ હવે શબરીને ઘેર નહીં આવે.

આંખોમાં આવીને વર્ષોથી બેઠેલી એની પ્રતીક્ષાને વાંચું,
શબરીની પાસે તો બોર હજુ બાકી છે રામ તમે આવો તો સાચું.

એકવાર આવીને મળતા ગયા છો એમ ઠાલા દિલાસા ના ફાવે,
શબરી ના જાય હવે વીણવાને બોર અને ચાખેલાં બોર નહીં લાવે.

રામ રામ કરતી એ પાગલ થઈ ઘરમાંથી પાદર ને સીમ સુધી ગઈ,
ફાટેલા ચિંથરે ને ઓગળતી કાયામાં જીવવાની રીત ભૂલી ગઈ.

એવા તે કેવા સંબંધ તમે સાચવ્યા કે શબરીને રોજ રોવડાવે,
શબરી ના જાય હવે વીણવા ને બોર અને ચાખેલા બોર નહીં લાવે.

~ તેજસ દવે

કાવ્યવિશ્વના સૌ કાવ્યપ્રેમીઓને રામનવમીના જય શ્રીરામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *