નલિન રાવળ ~ જાળી ઉપર ગૂંચવઈ ગયેલો

🥀 🥀

*એક વૃદ્ધાની સાંજ*

જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચોલીઓની ભુલભુલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર ના થઈ તહીં….

ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછે :
‘એ કોણ છે?
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો?
ને લોહી આ કોનું હસે છે?’

જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લગી ગયાં.

~ નલિન રાવળ (17.3.1933 5.4.2021)  

🥀 🥀



1 thought on “નલિન રાવળ ~ જાળી ઉપર ગૂંચવઈ ગયેલો”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *