લતા હિરાણી ~ ચકલીએ ખોલી નિશાળ

🥀🥀

*ચકલીએ ખોલી નિશાળ*

ચકલીએ ખોલી નિશાળ
આમ તેમ જોતાં ગમી ગયું એને આભલું આખું વિશાળ
એક ચકલીએ ખોલી નિશાળ……. 

સૂરજ ને ચાંદાની ટાંગી ઘડિયાળો ને
વાદળને રોક્યા છે ઘંટે
ટનટન વગાડે એ સાંજે સવારે ને
મોરલિયા બેસાડયા ઝંડે
આવે ને જાય ઓલા પંખીડા હરખાતાં
બેસી પવંનની પાળ
એક ચકલીએ ખોલી નિશાળ……. 

ઝાડ બધાં ઊભાં છે ટીચર બનીને
ફૂલડાંઓ ગીતો રે ગાતાં
પહેલા જ પિરિયડમાં પંખીઓ આવીને
કલકલિયા ઝરણાંમાં ન્હાતા
હોમવર્ક રોજનું આટલું જ હોય કે
ટહૂકાથી છલકાવો ડાળ
એક ચકલીએ ખોલી નિશાળ…….

~ લતા હિરાણી   

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

34 thoughts on “લતા હિરાણી ~ ચકલીએ ખોલી નિશાળ”

  1. ઉમેશ જોષી

    વાહ સરસ રચના..

    જન્મ દિવસની શુભેચ્છા.

  2. સત્યમુની

    આદર્શ શાળાનો નકશો દોરી આપ્યો.ખૂબ સરસ.

  3. કવિએ બાળજગતને શિક્ષણજગત સાથે સરસ જોડી આપ્યું છે. અભિનંદન.

  4. SARYU PARIKH

    લતાબેન, જન્મદિવસની શુભેચ્છાઓ. સુંદર કાવ્યમય જીવન કાયમ રહે,
    સસ્નેહ, સરયૂ.

  5. લતાબહેનને જ.દિ. ની શુભેચ્છાઓ ને સાત સાત પુસ્તકોના પ્રકાશન માટે અભિનંદન.
    ચકલીની કવિતા કલ્પનાની પાંખે બાળકને બેસાડી વિહાર કરાવે છે.

  6. મનોહર ત્રિવેદી

    ચકલીએ ખોલી નિશાળ – ગીત સરસ છે લતાબહેન.

  7. દિલીપ જોષી

    આજે ચકલીની નિશાળ..બાળગીત સરસ હતું.ગમ્યું..ધન્યવાદ.

    1. લતા હિરાણી

      આભાર સરલાબેન
      – લતા હિરાણી

  8. રૂપલ મહેતા

    મસ્ત મસ્ત રચના…..ખૂબ જ ગમી ગઈ…મારી દોહિત્રી ને સંભળાવી તો એને પણ મજા પડી ગઈ…. Thank U Lataben

  9. મીનલ ઓઝા

    કંઠે બેસી જાય ને બાળકોને ગાવાની મજા પડે એવું મજાનું ગીત.

  10. દિલીપ જોશી

    સરસ બાળગીત છે.બાળમિત્રોને સાંભળતા જ ગમી જાય એવું ગીત છે. વાહ લતાબેન

  11. પ્રકાશ ન શાહ

    હોમવર્કની हृद्य વ્યાખ્યા

  12. પ્રજ્ઞા દાદભાવાળા

    તમારું કાવ્ય એકદમ મજાનું છે,
    સરળ અને પ્રતિમાયુક્ત.
    મજા આવી

  13. ધીરેન અવાશિયા

    અપ્રતિમ… અભિનંદન…સારું છે કે ચકલી નાં શબ્દકોશમાં ડોનેશન… લૂંટ..જેવા શબ્દો નથી…!!!

  14. શશીકલા ધંધુકિયા

    ખૂબ સુંદર.. થોડું હજૂ લાંબુ હોત તો વાંચ્યા જ કરીએ…એમ થયું..

  15. નટવરલાલ ગોહેલ

    બાળગીત સારું બન્યું છે અભિનંદન

  16. બહુ જ સુંદર બાળગીત. સુંદર કલ્પના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *