વિપિન પરીખ ~ મને મારી ભાષા

🥀🥀

મને મારી ભાષા ગમે છે

કારણ બાને હું બા કહી શકું છું.

મમ્મીબોલતાં તો હું શીખ્યો 

છેક પાંચમા ધોરણમાં. 

તે દિવસે ખૂબ રોફથી

વાઘ માર્યો હોય એમ

મેં મમ્મીકહીને બૂમ પાડેલી

બા ત્યારે સહેજ હસેલી – 

કારણ બા

એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી !

બા સર્વિસ કરવા

ક્યારેય ગઈ નહોતી 

અને રાત્રે પાર્ટીમાં ગઈ હોય 

એવું યાદ પણ નથી !

બા નવી નવી ડિશશીખવા

cooking classમાં ગઈ નહોતી

છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર

એ થાળીમાં જે મૂકતી

તે બધું જ અમૃત બની જતું !

મને મારી ભાષા ગમે છે,

કારણ મને મારી બા ગમે છે.

~ વિપીન પરીખ

3 thoughts on “વિપિન પરીખ ~ મને મારી ભાષા”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *