સુધીર દેસાઈ ~ મડદાંઓ તરી રહે

🥀🥀

મડદાંઓ તરી રહે
રાત્રીની કૂવા જેવી આંખોમાં.
વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય
એમ સામે સ્થિર થઈ જાય રાત્રી.

મૂળાક્ષરો જેવી આ મૃત આંખોમાં
છુપાયેલ અનેક દુનિયાઓ
ઉકેલી નથી શકતો હું એમને.
ક્યારેક પટપટાવી કોઈ આંખ
ઊભો કરે ભ્રમ.
થંભી જાય મારો શ્વાસ
ને દોડી જાઉં અંદર.

અરીસામાં જોઉં
કૂવા જેવી મારી આંખો
ને એમાં તરી રહેલ મડદાંઓ
હું થઈ જાઉં
સ્થિર.

~ સુધીર દેસાઈ (15.2.1934 )

મુંબઈના આ કવિના કાવ્યસંગ્રહો છે

1. આકાંક્ષા (1961)

2. ‘લોહીને કિનારે ઊગેલ વડ’ (1974)

3. ‘સૂર્યને તરતો મૂકું છું’ (1980) 

4. ‘કાગળ પર તિરાડો’ (1980)

5. એક આકાશમાંથી બીજા આકાશમાં (1991)

6 thoughts on “સુધીર દેસાઈ ~ મડદાંઓ તરી રહે”

    1. આભાર સાજભાઈ,
      – સંસ્કૃતિરાણી દેસાઈ

  1. વિચારબીજ મૂકીને કવિ ખસી જાય છે. અભિનંદન.

    1. આભાર મિનળબહેન, તમારા અભિનંદન માટે…..

      સંસ્કૃતિરાણી દેસાઈ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *