પ્રજ્ઞા વશી ~ ધીરે ધીરે

🥀 🥀
ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો
ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો
તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના
ભીતરમાં છલકાતી લાગણીઓને સથવારે હું
પતંગિયાની પાંખો પહેરી ફૂલો પર મંડરાઉં
સૂર્યકિરણને સેંથે પૂરી મેઘધનું આકારું
દરિયાની લ્હેરો ઉપર હું નામ લખી લઉં તારું
હું તડપતી રેત બનું ને તું ભીનું આકાશ થાને
તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના
સાજ નથી સરગમ નથી પણ તુજ સંગે મારે ગાવું
ભીના ભીના શમણાં લઇને તારે દ્વારે આવું
રીમઝીમ હેલી થઇને હું તુજ મનમંદિર સજાવું
વરસાદી ફોરાંના ફૂલો તુજ પર હું વરસાવું
ચાલને હું તું છોડી એક બીજામાં ભળીએ
તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના
ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો
ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો
~ પ્રજ્ઞા વશી
સ્વર: પાર્થિવ ગોહિલ, દ્રવિતા ચોકસી * સ્વરાંકન : મેહુલ સુરતી
માફ કરશો. આ ઓડિયો લિન્ક અહીં ડાઉનલોડ થઈ શકતી નથી.
ખુબ સરસ રચના ખુબ ગમી
ખૂબ ખૂબ આભાર લતાબેન .
આપની સાહિત્ય સેવા કહો કે સાહિત્ય પ્રીતિ કહો કાબિલે તારીફ છે. . સતત અને ઉત્તમ કાર્ય આપ થકી થઈ રહ્યું છે એ બદલ આપને સલામ અને વંદન. ઉત્તમ કવિતાઓ આપ દ્વારા વાંચવા મળે છે એનો આનંદ અને ગૌરવ .આભાર.
આનંદ આભાર પ્રજ્ઞાબહેન.
બહુ જ સરસ ગીત. ભાવ,શબ્દો અને લય ત્રણે દ્રષ્ટિએ ગમી જાય તેવી કવિતા.
ખૂબ સરસ ગીત, સાંભળવું પડશે. અભિનંદન પ્રજ્ઞા જી.
ગીતનો લય ભાવને વહન કરવા સક્ષમ બન્યો છે. અભિનંદન.