ચંદ્રકાંત શેઠ ~ નભ ખોલીને જોયું

🥀

નભ ખોલીને જોયું, પંખી નથી નથી
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –

સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં
આ કેવો ચમકાર ! –         
કશુંયે ચમકે નહીં !

ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી

લાંબી લાંબી વાટ,
પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય ?
મને સમજાય નહીં;

આ તે કેવો દેશ ?! –
દિશા જ્યાં નથી નથી !
આ મારો પરિવેશ ? –
હું જ ત્યાં નથી નથી !

~ ચંદ્રકાન્ત શેઠ (3.2.1938 – 2.8.1924)

7 thoughts on “ચંદ્રકાંત શેઠ ~ નભ ખોલીને જોયું”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    મારા પ્રિય કવિની અત્યંત સુંદર કવિતાઓ. કવિ તથા સંકલન કર્તાને અભિનંદન.

  2. SARYU PARIKH

    “તું છે મારી અંદર તેથી ભર્યો ભર્યો હું લાગું !
    તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું …વાહ! આખી રચના આનંદના ઉછાળાભરી. દર્દભરી રચનાઓ હ્રદયશ્પર્શી.
    સરયૂ પરીખ.

  3. Pragna vashi

    વાહ, ખૂબ જ સરસ સરસ રચનાઓ. મને એમની રચના ખૂબ ગમે છે .હું એ સ્વરાંકન કરી ગાઉં પણ છું. અભિનંદન.

  4. ખૂબ જ સરસ વિવિધ રચનાઓ માણવા મળી. કવિ, સાહિત્યકારને પદ્મશ્રી પુરસ્કાર મોડો મળ્યો.

  5. અર્થસભર રચના સરસ મૂકવા બદલ ધન્યવાદ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *