પ્રણવ ઠાકર ‘પાગલ’ ~ સત્યને સાધવા મરો જોગી

🥀 🥀

*મરો જોગી*

સત્યને સાધવા મરો જોગી,
મૃત્યુને માણવા મરો જોગી.

ડર પળેપળ સતાવતો સૌને,
ભય સકળ ત્યાગવા મરો જોગી.

સ્વપ્ન સંસાર કે હકીકત છે?
ભેદને જાણવા મરો જોગી.

થઇ જશે બેઅસર બધી ઘાતો,
કાળને નાથવા મરો જોગી.

લાંઘવા કેમ સાત દરિયાને?
રૂપ લઇ ખારવા મરો જોગી.

તેજથી તિમિર ભાગશે આઘે,
જ્યોત પ્રગટાવવા મરો જોગી.

આ અધૂરપ ‘પ્રણવ’ નથી ગમતી,
પૂર્ણતા પામવા મરો જોગી.

~ પ્રણવ ઠાકોર

ગઝલ તો ક્યારની નોંધી હતી. મરો જોગીનો સંદર્ભ જાણવો હતો. ઓશોનું એક પુસ્તક છે, ‘મરૌ હે જોગી મરૌ અને કવિએ આ શબ્દો પકડી એક સ્વતંત્ર ગઝલરચના કરી.

કશુંક પામવા કશુંક આપવું પડે, ખોવું પડે એ હકીકત છે. એક અદીઠ પ્રદેશ કે જેમાં સદેહે જઈ શકાતું જ નથી, એ પામવો હોય તો ? મરવું જ પડે !

5 thoughts on “પ્રણવ ઠાકર ‘પાગલ’ ~ સત્યને સાધવા મરો જોગી”

  1. પ્રણવ

    મરો હે જોગી …મરો
    ઓશો…દિલ થી વંદન… જય ગુરુ ગોરખનાથ.

  2. ઉમેશ જોષી

    વાહ સકળ શે’ર હ્રદયગમ્ય છે…
    અભિનંદન…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *