હંસલા હાલોને હવે ~ લોકગીત * સ્વર : લતા મંગેશકર

🥀 🥀

હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,
તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહીં રે મળે.


ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
રામના રખોપે મેતો ઘુંઘટે ઓઢાડ્યો
વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહી રે બળે.
મોતીડાં નહી રે મળે.


વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
કહેજો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
પ્રીતડી નહીં રે બળે.
મોતીડાં નહીં રે મળે.

🥀🥀

લોકગીત * ફિલ્મ કસુંબીનો રંગ * સ્વર લતા મંગેશકર

4 thoughts on “હંસલા હાલોને હવે ~ લોકગીત * સ્વર : લતા મંગેશકર”

  1. Payal unadkat

    ખૂબ ગમતું લોકગીત સ્વરકિન્નરીના કંઠે કર્ણપ્રિય..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *