હરીશ મીનાશ્રુ ~ હરિ સંગે હરિફાઈ * સ્વર અમર ભટ્ટ

🥀 🥀

સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ

હારી જઈશું તો ઈડરિયો ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
, હરિરસ ભરશું બોધરણે….
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ

અનંતની ચોપાટ પાથરી, હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો, હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ

~ હરીશ મીનાશ્રુ

આ અનોખા કવિને જન્મદિવસની લાખ લાખ વધામણી

સ્વર અને સ્વરકાર * અમર ભટ્ટ

આલબમ: હરિને સંગે

3 thoughts on “હરીશ મીનાશ્રુ ~ હરિ સંગે હરિફાઈ * સ્વર અમર ભટ્ટ”

  1. ઉમેશ જોષી

    વાહ શબ્દ અને સ્વરનો સમન્વય…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *