
🥀🥀
દરિયો
વાદળને વ્હાલે વરી જાય દરિયો
ને તોયે તરસથી બળી જાય દરિયો
સમેટીને રહેતો ઘના અંધકારો
સવારોની સંગે હસી જાય દરિયો
અગર થાકતો એ દિવસ-રાત દોડી
ઘડી રેત પાસે ઠરી જાય દરિયો
દઈ દે જ હળવેક તડકાને ટપલી
પથારે છે ઠંડક, ઠરી જાય દરિયો
કહે છે સમંદર ભુવનનોય સ્વામી
કરે રાજ રેતી, ખરી જાય દરિયો
ભલે આકરો એ થતો કો’ક ટાણે
ઝુલાવે વિહંગો ગમી જાય દરિયો
~ લતા હિરાણી
શબદ દીપોત્સવી @ નવેમ્બર 2024

🥀 🥀
વાર્તાસ્વરૂપે આ સત્યઘટના આપ વાંચી શકો છો, નીચેની લિન્ક પર
વાહ… દરિયો.. ખૂબ સરસ ગઝલ..
સકળ શે’ર મનભાવન છે….
અભિનંદન…
આભાર ઉમેશભાઈ જોષી
વસે છે પછી તો સનમમાંયે દરિયો
વહે જો તમારી કલમમાંયે દરિયો
👏
વાહ જયશ્રીબેન…..
વાહ, ખૂબ જ સરસ ગઝલ. મને મારી રચના યાદ આવી ગઈ.
આભાર મેવાડાજી
વાહ દરિયો
ગમી ગયો
આભાર આપનો
વાહ દરિયો ગમી ગયો
આભાર કૌશલભાઈ
સરસ ગઝલ…👏
આભાર ભારતીબેન
દરિયો પરંપરાગતથી અલગ. અલબત્ત, આ મુસલ્લસ રદ્દીફ પર આપણા આદિલ જેવા શ્રેષ્ઠ પૂર્વસૂરિઓએ ગઝલ કહી છે, તેમ છતાં એમના પડછાયાની બહાર તમે બહાર રહી શક્યાં છો એ આનંદની વાત, બહેના! સુકામનાઓ.
આભાર અને વંદન મનોહરભાઈ
વાહ…વાહ…
દરિયો….રચના ખૂબ ગમી. આનંદ થયો.
– વિજો
આભાર ભાઈ
વાહ,સરસ ગઝલ ,અભિનંદન લતાબેન
આભાર આપનો
વાહ લતા બહેન, બહુ સરસ ગઝલ.
આભાર જિજ્ઞાબેન
વાહ દરિયાની જૂદી જૂદી વિશિષ્ટતા ઓ.