🥀 🥀
*હેમંતની સાંજ*
ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યના કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.
એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.
~ યોસેફ મેકવાન (20.12.1940 – 25.12.2022)

સ્મરણ વંદના..
કવિ શ્રી ઓછા જાણીતા છે, પણ કાવ્યાભિવ્યક્તિ સરસ છે.
શ્રી યોસેફ સાહેબ… એક અદભુત કવિશ્રી અને સહજ માનવ… અંગત ખૂબ મળવાનું થયું પણ ખૂબ ડાઉન ટુ અર્થ… બન્ને કાવ્ય ખૂબ સરસ… અને ગીત કાવ્ય તો અદભુત….! યોસેફ સાહેબ મારાં માર્ગદર્શક….!
બન્ને રચના ગમી 👌👌
વાહ વાહ…
કવિ શ્રી યોગેશ મેકવાનના બંને કાવ્યો
દિલને ચોંટી જાય છે.
કવિની દિવ્ય ચેતનાને કોટિ કોટિ વંદન.
- વિજો/ અમદાવાદ 61
ઉપર, ભૂલથી…. યૉસેફ મેકવાનના બદલે…
યોગેશ મેકવાન ટાઈપ થઈ ગયું છે. માફી ચાહું છું.
ભૂલને ક્ષમ્ય ગણશો.
– વિજો