🥀 🥀
*ઉનાળો*
ભરઉનાળે તડકા પી ને લીમડા લીલા લ્હેરમાં લ્હેરી
છાંયડો બની જાય,
મોગરા મહેંકી જાય.
ફાગણ ડાળે ચૈતર ઝુરે, તડકે તડપી માળા છોડી, પાંખો ઉડી જાય,
આગ વગરના ભડકા જેવા કેસૂડા કાંઈ આખે આખા ઝાડને ગળી જાય
તાપમાં તપી વાયરા પછી ગરમાળાના પીળાં પીળાં
તોરણ બની ગાય
કોયલ ટહુકો થાય.
સોનલવરણી સળિયોમાંથી ઊની ઊની લ્હાય વરસતી, લ્હાયમાં સકલ ન્હાય,
છાંયા ટૂંકા બપોર ટાણે આંબા ડાળે ટહુકા ભેળી કેરિયું ઝોલાં ખાય
જીભડી કાઢી વચલી વેળા દોડી દોડી ઝાડના ઝીણાં
છાંયડા ચણી જાય
ટહુકે આંબા ન્હાય.
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
અત્યારે શિયાળો જામ્યો છે, ત્યારે ઉનાળાની કવિતા ટાઢાબોળ રૂમમાં હીટર ચાલુ કર્યું હોય એવી લાગે ! ઉનાળો લાગે નખશીખ હૂંફાળો !
ઉનાળાનું કેટલું સુંદર અને અસરદાર શબ્દચિત્ર !

પ્રકૃતિ પ્રેમ તથા નગરજીવનની કૃત્રિમતા રજૂ કરતા સરસ ગીતો.
કવિ શ્રી એ કુદરતી વાતાવરણને ખૂબ જ સુંદર રીતે ગીત કાવ્યમાં ઢાળ્યું છે.
વાહ, સરસ રચનાઓ 👌