રુસ્વા મઝ્લુમી ~ છું એક મુસાફિર

🥀 🥀

છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલું છું,
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલું છું.

જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો,
મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલું છું.

પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલું છું.

ધબકાર નથી આ હૈયાનો, કોઈનો મભમ સંદેશો છે,
હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલું છું.

થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલું છું.

~ ‘રુસ્વા’ મઝલૂમી

6 thoughts on “રુસ્વા મઝ્લુમી ~ છું એક મુસાફિર”

  1. Kirtichandra Shah

    મને ખેંચી ન જા મસ્જિદ મહિં ઝાહિદ….
    બધી ગઝલો ગમી ગમીજ

  2. “પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
    સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલું છું.”
    “ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
    મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.” …વિશેષ ગમી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *