



🥀 🥀
‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે કવિના કાવ્યસંગ્રહનું
‘કાવ્યવિશ્વ’ના ભાવકો કવિ શૈલેષ ગઢવીની કલમથી પરિચિત છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા આ કવિની કલમ પોતીકા અવાજને રજૂ કરે છે. વિચાર અને કલ્પનોનું નાવીન્ય એમની ગઝલોમાં જોવા મળે છે.
જુઓ – ‘ફોઇબાએ હરખથી રાખ્યું છે / જોઈએ ખુદનું કેવું નામ કરે!’
તો પરંપરાની વાતને શેરમાં કેવી સરસ રીતે એમણે વણી લીધી છે !
‘શંકા ને કુશંકાથી કહ્યું બેને મનોમન / ભાઈ, આ વખત બીજ અધૂરી ન રહી જાય !’
પ્રણયભાવ તો રહેવાનો જ
‘સુંદરતા જરા એની પ્રથમ હું ચોરી બતાવું / ને સ્વર્ગની એક અપ્સરા હું દોરી બતાવું.’
તો સાવ સામાન્ય બોલચાલની વાતમાંથી પણ કવિએ કેવું સૂક્ષ્મ સંવેદન નીપજાવ્યું છે !
‘જાઉં છું કંઈક બોલવા પાસે / એ કહે છે, પછીથી બોલાવું.’ – આ લગભગ બધાને વારંવાર થતો અનુભવ છે પણ અહીં જે એની ધાર નીકળી છે એ કાબિલેદાદ છે.
96 ગઝલ લઈને આવતા આ સંગ્રહને ઘણી વધામણી.
થોડાંઘણાં કબૂતર * શૈલેષ ગઢવી * પ્રવીણ 2024
વાહ, ખૂબ સરસ, અભિનંદન, આવકાર કવિ શ્રી શૈલેષ ગઢવીને.
વાહ ખુબ સરસ સ્વાગત સરસ રચનાઓ ખુબ ગમી
વાહ..
સરસ ગઝલો..
કવિશ્રીના ગઝલ સંગ્રહને આવકાર અભિનંદન શુભકામનાઓ
ખૂબખૂબ આભાર ‘કાવ્યવિશ્વ’ તથા લતાબેન 💐🙏
ખૂબ સુંદર રચનાઓ. કવિ શૈલેષ ગઢવીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઢળી ગઈ…સંપુર્ણ રચના ખૂબ ગમી. સંગ્રહ સરસ હશે જ.
સરયૂ પરીખ.
‘સાંજ ‘ની નિરૂપાયેલી વ્યંજના સારી છે. છંદ દૃષ્ટિએ પણ ગઝલકાર દૃષ્ટાંત રૂપ ગણાય.આવકાર. અભિનંદન.