ગઝલ : રમેશ પારેખ Ramesh Parekh

‘ગઝલ(કાવ્યત્વ) અતિ છટકણી ચીજ છે. એની વ્યાખ્યા બાંધવાની હોય નહીં. ગઝલ એટલે કેવળ ‘પ્રિયતમા સાથેની  વાતચીત ‘ એ વ્યાખ્યા અધૂરી છે. તેથી મને એ સ્વીકાર્ય નથી. એનો આવો સીમિત અર્થ  હોઈ શકે જ નહીં. કાવ્યને વળી શરતો શાની? પ્રિયતમા એટલે કોઈ હાડમાંસની પૂતળી નહીં પણ વિશ્વપ્રિયા (અથવા ટોટલ મૅનકાઈન્ડ અને એની) સાથેનો સંવાદ એટલે ગઝલ, આવો સંકુલ અર્થ જ સ્વીકૃત હોઈ શકે. મુખ્યત્વે તો ગઝલના હિતચિંતકોએ જ ગઝલની અધૂરી -છીછરી વ્યાખ્યાઓ કરી છે  અને ગઝલ વિશે વધુમાં વધુ ગેરસમજો ફેલાવી છે. – રમેશ પારેખ

સાભાર : ‘સદાબહાર કવિ : રમેશ પારેખ’  સં. રાજેન્દ્ર દવે

મૂળ પોસ્ટીંગ તા. 12.8.2021

5 Responses

 1. વાહ ખૂબ સરસ

 2. ‘કાવ્યવિશ્વ’ ખૂબ સરસ અને ઉપયોગી સાહિત્ય પીરસે છે. એમાં લતાબેનની અથાગ મહેનત દેખાઈ આવે છે. ગુજરાતી સાહિત્યની આ ઉત્કૃષ્ટ સેવા થઇ રહી છે. મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

 3. Parbatkumar Nayi says:

  વાહ
  ગઝલ વિશે સરસ ઉપયોગી વાત
  ર. પા. ને વંદન
  લતાદીદીનો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: