રવીન્દ્ર પારેખ ~ હું છું દીવો

🥀 🥀

હું છું દીવો
લો, મારો આધાર લઈને તમેય થોડું જીવો…

હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બ્હાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો
હું છું દીવો

હું જાણે એક નૌકા છું ને મારી બ્હાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઇ મરજીવો…
હું છું દીવો….

~ રવીન્દ્ર પારેખ

6 thoughts on “રવીન્દ્ર પારેખ ~ હું છું દીવો”

    1. ઉમેશ ઉપાધ્યાય

      વાહ, બન્ને રચના ઉત્તમ

  1. બાલમુકુન્દ અને રવિન્દ્રભાઈની સુંદર રચનાઓ: દીવાળીના દીવાનો મહિમા અપરંપાર ! બંને સર્જકોને મારા નતમસ્તકે પ્રણામ !
    પ્રફુલ્લ પંડ્યા

  2. Payal unadkat

    પ્રકાશ પર્વાનુરુપ ઝગમગ રચનાઓ..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *