લતા હિરાણી ~ સૂર્ય ઊગી

🥀🥀

મા

સૂર્ય ઊગી આથમે એ છે અફર
તું કદી ના આથમે મારી ઉપર

ભાગ્યનો કાગળ લઈને તું મળી
આદરી તી’ એક દિ’ જ્યારે સફર

હોઠ ખૂલ્યા ને પછી શબ્દો વસ્યા
એકલી મા તું બની વાતોનુ ઘર

(આ) વાંસળીમાં ફૂંક મા તારી હતી
તું જ સ્વર મારો ને લે આ હું મુખર.

લોક છો ને શોધતા ઈશ્વર મગર
ઈશ્વરે વિશ્વાસ મૂક્યો મા ઉપર …

~ લતા હિરાણી

પ્રકાશિત > અખંડ આનંદ > ઓક્ટોબર 2017 

મારી વાર્તા પણ વાંચી શકો. આભાર.

14 thoughts on “લતા હિરાણી ~ સૂર્ય ઊગી”

  1. ઉમેશ જોષી

    છેલ્લો શેર હ્રદયગમ્ય..
    સરસ ગઝલ…

  2. લતાબેન આપ બહું ગઝલ લખતા નથી પણ આ ગઝલ ખૂબ ગમી. હા મા કદી આથમતી નથી વરસો લગી તે સાથે ને સથે સ્મૃતિમાં રહે છે… ખૂબ સરસ સંવેદના…

  3. સુરેશ ચંદ્ર રાવલ

    લતાબેન આપ બહું ગઝલ લખતા નથી પણ આ ગઝલ ખૂબ ગમી. હા મા કદી આથમતી નથી વરસો લગી તે સાથે ને સથે સ્મૃતિમાં રહે છે… ખૂબ સરસ સંવેદના… —સુરેશ ‘ચંદ્ર’ રાવલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *