
🥀🥀
અલ્ઝાઇમરગ્રસ્ત માને
તું ઓળખે છે મને ?
તારા કાનમાં
મારા રુદનથી લઈને
રિસામણા સુધીના અવાજો
ધરબાઈને પડ્યા છે.
દસકાઓ વીતી ગયા
તારા નરવા સ્પર્શથી માંડીને
ગુસ્સામાં તારી રાતીપીળી ચીસો
મારા રૂંવાડે ખડકાઈને પડી છે.
હવે
તું નિસ્તબ્ધ….
સ્થિર શરીર
ને મૂંગી નજરોથી
કદાચ કશાકની શોધમાં છો !
બધાના વિરોધમાં છો !
તારી પોતાની ઓળખનો દરિયો પી જઈ
એક સુકાતું બિંદુ બની છો
આ પથારી
આ ઓરડો ઓળંગી
તારે ઓગળી જવું છે
પણ એકવાર
પળવાર તો
ઓળખ મને !
~ લતા હિરાણી
પ્રકાશિત કવિલોક સપ્ટે.ઑક્ટો. 9-2018
મારી વાર્તા આપ નીચેની લિંક પર વાંચી શકો. આભાર.
આ પથારી,આ ઓરડો… વાહ વાહ
આભાર લલિતભાઈ
સરસ સંવેદનશિલ કાવ્ય..બા..ઓળખ..પ્રશ્ન.. પથારી…ઓરડો..
ખૂબ બારીકાઈથી શબ્દ ગૂંથણી કરી છે. જય હો.વાહ લતાબેન.ધન્યવાદ.🌹🌺🌹
આભારી છું દિલીપભાઇ. વંદન.
ખૂબ સંવેદનાસભર… હ્રદયસ્પર્શી 👏👏
Thank you Shweta.
વાહ, આપ કવિ આવા સામ્પ્રત વિષયને કવિતામાં શબ્દ બદ્ધ કરો ત્યારે સમાજને કંઇક સમજણ મળે છે. ખૂબ જ સરસ ્
આભારી છું મેવાડાજી
એક સંવેદનશીલ કવિતા💗
આભાર ભાઈ.
બહુ જ સંવેદનાસભર કવિતા…આવતા મહિને વિશ્વ અલ્ઝાઈમર દિવસ આવશે…ત્યારે એક દીકરીને એની મા ઓળખી ન શકે ત્યારે સરજાતી કરુણતાને સુપેરે પ્રદર્શિત કરી છે.
આભાર સતીશભાઈ
દીકરી ના અંતર ની વેદના ને સુંદર રીતે શબ્દો ની વાચા આપી છે. ખૂબ જ સરસ..
thank u Sadhna
એક ધરબાયેલી વેદનાને વાચા મળી છે.
આભાર હરેશભાઈ
એક અકથ વ્યથા કદાચ બન્ને તરફ… સ્પર્શ પણ જ્યાં મૌન, લાગણી પણ મૌન ઉભયપક્ષે, એક ગુંગળામણ જેનો કદી અંત જ આવતો નથી.. લતાબેન…! ખૂબ ઊડાણમાં ચોટ કરી જતી તમારી કવિતા…! તમારી કલમને અભિનંદન…!
આભાર સુરેશભાઇ
તમારી અલઝાઇમર ગ્રસ્ત માને… કવિતા ખુબ ગમી.
હૃદયસ્પર્શી છે…
આભાર ભીખેશભાઈ