અદમ ટંકારવી~ સંકટભરી છતાંય

*ગમી હતી*

સંકટભરી છતાંય મને એ ગમી હતી,
મેં જિન્દગીને આપની બક્ષિસ ગણી હતી.

બહેલાવી ના શક્યો કદી દિલ આપના વગર,
ચીજોની આ જગતમાં ભલા ક્યાં કમી હતી.

બેઠા હતા અમે અને જલતું હતું હૃદય,
તેથી જ તો એની સભામાં રોશની હતી.

અફસોસ કે દુનિયાએ બનાવી હજાર વાત,
નહિતર અમે તો એક બે વાતો કરી હતી.

દર્શન થયા નહીં એ મુકદ્દરની વાત છે,
આંખો તો ઇંતેજારમાં ખુલ્લી રહી હતી.

~ અદમ ટંકારવી

@@

3 thoughts on “અદમ ટંકારવી~ સંકટભરી છતાંય”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    બીજી ગઝલ વધુ ગમી

  2. દિનેશ ડોંગરે નાદાન

    અદમભાઈ એટલે ગુજલિશ ગઝલો એવું સમીકરણ છે પરંતું એથી હટકે આ ગઝલો ભાવકને સ્પર્શી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *