ચંદ્રકાંત ટોપીવાળા ~ હું બુદ્ધને શરણે  

🥀🥀

*ત્રણ પ્રતિજ્ઞાઓ*

હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું બુધને શરણે જઈશ
મને મારા સુખનો ખ્યાલ આપશે

હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું ધર્મને શરણે જઈશ
મને હળવો ફૂલ રાખશે

હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર,

પોતાનો હોંકારો હશે.

~ ચન્દ્રકાન્ત ટોપીવાળા

ભગવાન બુદ્ધે સ્થાપેલાં બૌદ્ધ ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંત : बुद्धं शरणं गच्छामि. धम्मं शरणं गच्छामि. संघं शरणं गच्छामि

બુદ્ધ, ધર્મ અને સંઘ આ ત્રણ સંજ્ઞાઓ ઝીલી આ શબ્દોને કવિ પડકારે છે. એની સામે પોતાનું આહ્વાહન રજૂ કરે છે. કવિ કદી ટોળામાં નથી માનતો, ટોળાની ભાષા એને સદતી નથી એ જ કારણ….

*****

7 thoughts on “ચંદ્રકાંત ટોપીવાળા ~ હું બુદ્ધને શરણે  ”

  1. ખૂબ જ સરસ કાવ્યો ચયન. પુરાકલ્પન કે જાણીતી વિચાર ધારાને લઈ કાવ્ય કરવું ખૂબ સમજણ માગી લે છે.

  2. કાવ્યો અલગ બાનીમાં લખાયેલાં છે. એકધાર્યાપણાથી કવિ જુદી કેડી કંડારે છે. રસ વિષેની ટિપ્પણી સરસ છે.અભિનંદન.

  3. Sonal Parikh

    સુંદર, તાજાં, મૌલિકતા અને નવીનતાથી છલોછલ કાવ્યો. સાથે નાનકડી અર્થમધુર ટિપ્પણી. આનંદ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *