અનિલ જોશી ~ લીલુડા પાંદડાની  

🥀🥀

*કંકુના પગલાં*

લીલુડા પાંદડાની ઉછળતી વેલ, હવે કંકુના પગલાં દઈ ચાલી
રાખડીના તાંતણે બાંધેલું ફળિયું, હવે લાગે છે સાવ ખાલી ખાલી

દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો જાણત અંધારું શી ચીજ છે !
ફળના આંબામાં જે પાંદડા ઝૂલે, એની ભીતર કઇ મમતાનું બીજ છે ?
ધીમા પગલાથી ઉંબરો ઓળંગતી, આંસુની આંગળીને ઝાલી…..

દીકરી વળાવતાં એવો રિવાજ કે તળાવ સુધી હાર્યે તો જાવું
ઊઘલતી જાન ટાણે આખ્યું તો દરિયો ! કહે તળાવ સુધી વળાવા આવું ?
જાગરણની રાતે તું રમતી જે રાસ, એની ખોવાઇ ગઇ છે ક્યાંય તાલી…….

~ અનિલ જોશી

2 thoughts on “અનિલ જોશી ~ લીલુડા પાંદડાની  ”

  1. ગીત ખૂબ જ સુંદર અને હૃદય સ્પર્શી છે પણ આ જ ગીત સોલી કપાડીયા અને દિપાલી સોમૈયાજી ગાયેલછે એમાં દિપાલીજીના શબ્દો સમજાતા નથી એ શબ્દો ક્યાંયથી મળે તો જણાવશો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *