વિપુલ પંડ્યા ‘સહજ’ ~ કહે નામ તારું

🍀

*હમણાં લખી દઉં*

કહે નામ તારું તો હમણાં લખી દઉં
કવિતા લખીને હું રમણાં લખી દઉં

નથી આવતું  કોઈ નયનોની  સામે,
કહે તો, આંખોમાં સમણાં લખી દઉં

પરમ પ્યાસ તારી નદીની જ હો તો,
અધર પર હું વ્હેતાંય ઝરણાં લખી દઉં.

હવે ઝાંઝવાના, ઓ જળ ના બહેકો,
ગઝલમાં હું એવા કૈ હરણાં લખી દઉં.

‘સહજ’ હાથ તારે જો કંટક ચુભે તો,
એ કંટકના ડંખોય નમણાં લખી દઉં.

~ વિપુલ પંડ્યા ‘સહજ’

કંટકના ડંખોને કવિ નમણાં કહે છે. આપણે આખી ગઝલને નમણી કહી શકીએ. દરેક શેર ગમ્યા….

6 thoughts on “વિપુલ પંડ્યા ‘સહજ’ ~ કહે નામ તારું”

  1. ઉમેશ જોષી

    વાહ કવિ… બન્ને ગઝલ હ્રદયસ્પર્શી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *