મણિલાલ દેસાઈ ~ આભમાં કોયલ

*આભમાં*

આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.

જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું
ચાંચ બોળી જ્યાં સૂડે.

વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે
વાંસળી વન રૂડે !

~ મણિલાલ દેસાઈ (19.7.1939- 4.5.1966)

2 thoughts on “મણિલાલ દેસાઈ ~ આભમાં કોયલ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *