આનંદઘન ~ મૂલડો થોડો * Anandghan

*મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો*

મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે,
કેમ કરી દીધો રે જાય?
તલપદ પૂંજી મેં આપી સઘલી રે,
તોહે વ્યાજ પૂરું નહિ થાય…. મૂલડો.

વ્યાપાર ભાગો જલવટ થલવટે રે,
ધીરે નહિ નીસાની માય;
વ્યાજ બોડાવી કોઈ ખંદા પરઠવે રે,
તો મૂલ આપું સમ ખાય. ….મૂલડો

હાટડું માંડું રૂડા માણેકચોકમાં રે,
સાજનિયાંનું મનડું મનાય,

આનંદઘનપ્રભુ શેઠ શિરોમણિ રે,
બાંહડી ઝાલજો રે આય….મૂલડો

~ આનંદઘન (ઈ 17મી સદી)

જ્ઞાનમાર્ગી જૈન કવિ. રાજસ્થાની ભાષાની છાંટ.

6 Responses

 1. સરસ ભાવાભિવ્યકતી, ગઝલ

 2. ઉમેશ જોષી says:

  વાહ સરસ રચના..

 3. Minal Oza says:

  મૂલડો,વ્યાજડો.. જેવા બોલીના શબદોથી કવિએ સુપેરે કામ પાર પાડ્યું છે.

 1. 08/07/2024

  […] આનંદઘન ~ મૂલડો થોડો * Anandghan ભીખુભાઈ કપોડિયા ~ તમે ટહુકયાં ને * Bhikhubhai Kapodiya પ્રભાતનાં પંખી ~ લતા હિરાણી * Lata Hirani […]

 2. 09/07/2024

  […] આનંદઘન ~ મૂલડો થોડો * Anandghan ભીખુભાઈ કપોડિયા ~ તમે ટહુકયાં ને * Bhikhubhai Kapodiya પ્રભાતનાં પંખી ~ લતા હિરાણી * Lata Hirani […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: