
એક દરિયો
એક દરિયો આંખ સામે ઊછળે છે,
એક દરિયો ભીતરે પણ વિસ્તરે છે.
હર ક્ષણે દરિયો કિનારાને મળે છે,
ને કિનારાને પ્રતીક્ષા હર ક્ષણે છે.
એક દરિયો આંખની અંદર હશે ને !
આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.
નાવનું અસ્તિત્વ દરિયાથી સભર છે,
ને દરિયો નાવથી શું સૂચવે છે !
શાંત ને ધ્યાનસ્થ મુદ્રામાં કદી એ,
તો કદી એ ખૂબ તોફાને ચઢે છે.
~ સંધ્યા ભટ્ટ
જીવનમાં ખુશીના દરિયા ઊછળતા રહો, સંધ્યાબેન….

વાહહહહ..સંધ્યાબેન ખૂબ સરસ છે રચનાઓ.🌷🌷🌷
ખૂબ જ સરસ બંને ગઝલો. જ્ન્મ દિવસ ની શુભેચ્છાઓ, કવયિત્રી સંધ્યા જી ને.
બંને રચનાઓ એના જુદા જુદા ભાવ સાથે અભિવ્યક્ત થઈ છે. અભિનંદન.
દરેક શેર કાબિલેદાદ.
કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે..
સુંદર રચનાઓ સંધ્યાબેન અને સરસ સંકલન માટે લતાબેનને ખૂબ ખૂબ અભિનંદન
બન્ને ગઝલ સંવેદનશીલ છે.
Wah wah… બંને ગઝલ ખૂબ સરસ..
અને સૂર્યનું છળ તો આહા..💐💐
જન્મદિન મુબારક હો સંધ્યાબેન 🎂
સરસ ગઝલો
ખૂબ આભાર, લતા બહેન.. સૌ મિત્રોની પણ ખૂબ આભારી છું.. આપ સૌએ આજનો દિવસ ખાસ બનાવ્યો છે…
બંને ગઝલો ગમી ગઈ. વાત નવી વાણી પણ નવી.
બંને ગઝલની તાજગી સ્પર્શી ગઈ. સંધ્યા બેન, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…