ડો.પુરુષોત્તમ મેવાડા સાજ ~ આજ નહીં

ટાળ્યું છે

આજ નહીં તો કાલ કરાશે એમ કહીને ટાળ્યું છે,
જે થાશે તે જોયું જાશે એમ કહીને ટાળ્યું છે.

હોય હ્રદયના સંબંધો પણ દૂર રહ્યું છે મળવાનું,
પ્રેમ હશે તો એ પરખાશે એમ કહીને ટાળ્યું છે.

યાદો મારી પંપાળે છે, આખી રાતો જાગીને,
વહેલું મોડું ભૂલી જાશે એમ કહીને ટાળ્યું છે.

વાતો કરવા મોઢું ખોલ્યું, હોઠે શબ્દો આવે ના,
કોણ સમજશે? શું બોલશે? એમ કહીને ટાળ્યું છે.

‘સાજ’ મજાનું વાદ્ય છે પણ, એની કિંમત કોણ કરે?
સૂર વગર એ ગીતો ગાશે, એમ કહીને ટાળ્યું છે.

~ ‘સાજ’ મેવાડા

જીવન દેખાય એટલું સરળ ક્યાં છે? કેટલું ન ગમતું સ્વીકારવું પડે છે અને કેટલું ગમતું ટાળવું પણ પડે છે. ક્યારેક બોલવાનું ટાળવું પડે તો ક્યારેક મૌન રહેવાનું ટાળવું પડે. જીવનમાં ધીમે ધીમે એ દિવસ આવી જાય છે કે જ્યારે સત્ય સમજાઈ જાય અને આવું થાય ત્યારે એમ પણ થાય કે કાશ, થોડું વહેલું સમજાયું હોત તો!  

26 thoughts on “ડો.પુરુષોત્તમ મેવાડા સાજ ~ આજ નહીં”

  1. દિનેશ ડોંગરે નાદાન

    સરસ ગઝલો અભિનંદન મેવાડા સાહેબ.

  2. રતિલાલ સોલંકી

    બંને ગઝલ સરસ.અભિનંદન.

  3. આપનો ખૂબ ઋણી છું લતાજી.
    મિત્ર કવિઓ દિનેશ ડોંગરે ‘, નાદાન’ , કિશોર દા, મીનલજી, અને રતિલાલ નો પણ ખૂબ આભારી છું.

  4. ઉમેશ જોષી

    બન્ને ગઝલ જીવન ઉપયોગી છે.
    કવિને અભિનંદન.

  5. હરીશ દાસાણી.મુંબઈ

    બંને ગઝલો હિંમત,ઝિંદાદિલી અને ખુમારી તથા તેજસ્વિતાની પરિચાયક છે. કવિને અભિનંદન તથા શુભેચ્છાઓ.

      1. ઉમેશ ઉપાધ્યાય

        બન્ને રચના ખુબ સરસ 👍🏻👍🏻👍🏻

  6. શ્વેતા તલાટી

    વાહહહહ…
    સરસ ગઝલો , મેવાડાસાહેબ.

  7. મિત્રો, કવિશ્રી ઉમેશ જોષી, કવિ મિત્ર ‘સૂર’ જી, આદરણીય હરીશ દાસાણી, અને આદરણીય છબીલભાઈ ત્રિવેદી નો ખુબ આભારી છુ. નમસ્કાર.

  8. મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

    અંતઃકરણ પૂર્વક અભિનંદન મેવાડાસાહેબ..ખુબ જ સુંદર રચનાઓ..

  9. સિદ્દીકભરૂચી

    ખૂબ સરસ ગઝલો અને આસ્વાદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *