
કોઈ
પ્રથમ છોડરૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતું ઉખાડે છે કોઈ!
જો દરિયે ડૂબું, કોઈ આવી ઉગારે
ને રણ ચીતરું તો ડૂબાડે છે કોઈ!
પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ !
વહી જાય મન મારું મૂષકની માફક
મધુરી-શી બંસી વગાડે છે કોઈ !
થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઉઠી છે!
કે ‘શબનમ‘ ને ફૂલો અડાડે છે કોઈ.
~ શબનમ ખોજા
ગુજરાતી યુવા કવયિત્રીઓમાં શબનમ ખોજાનું નામ નોંધપાત્ર છે. તાજગીભરી અને ગઝલિયતથી ભરી ભરી ગઝલ તેમની પાસેથી મળ્યા કરે છે.
આ ગઝલનો મત્લા મન મોહી લે છે. પ્રેમમાં છળ નવી વાત નથી પણ કવિએ જે રીતે નિરૂપી છે, કાબિલે દાદ છે… આ શેરને જીવન-મરણના સંદર્ભમાં પણ જોઈ શકાય…તો બીજા શેરમાં બે અંતિમો અસરકારક રીતે ચીતરાયા છે. એવું જ ‘કાનનું આંખો થવું’….. અને મકતાનો શેર અદભૂત અદભૂત !

બન્ને ગઝલ સંવેદનશીલ છે.
ખૂબ આભાર
કાવ્યવિશ્વ પર મારી ગઝલોને સ્થાન આપવા બદલ આપની આભારી છું લતાબેન. 💐🙏
આનંદ આનંદ શબનમ…. જોરે કલમ ઓર જિયાદા…..
સુદર્શન રચના
સુંદર રચના
Thank you 🤗
વાહ, થોડા શબ્દોમાં ગઝલો કહેવાઈ છે, એજ ગઝલીયત ‘કાબિલે દાદ’ છે.
ખૂબ આભાર સર
બંને ખૂબ સુંદર રચના સખી….. તારી કલમ આમ જ વિસ્તરતી રહે…
Thank you dear 🤗🤗
બન્ને રચના અતિ સુંદર … વાહ વાહ