ભગીરથ બ્રહ્મભટ્ટ ~ નજર સળીના જરાક તણખે * Bhagirath Brahmabhatt

નજર સળીના જરાક તણખે
ભીતર ભડભડ દાઝી
મૂંગી મૂંગી જ્વાળા પ્રજળે, શરમ શેરડે રાજી

ઊભે મારગ પાંખ પ્રસારી કેટકેટલુંય દોડી
જળની ભીતર તેજ ધબુકા, કોણે હાંકી હોડી
વા દખણાદા, વાદળ ગરજયાં વીજ ઝબુકી તાજી

અંધારાના આંધણ ઓર્યા, રાંધણ ઊજળાં રાંધ્યા
શબ્દ વગરના સોય-દોરથી, જન્મારા લ્યો સાંધ્યા
એકકા ઉપર રાણી ઊતરી, જીતી ગઈ છે બાજી.

~ ભગીરથ બ્રહ્મભટ્ટ

કુંવારી કન્યાના અરમાનોનું ગીત.

લયનું સૌંદર્ય સ્પર્શી જાય એવું.

6 Responses

  1. અંધારાના આંધણ ઓર્યા, રાંધણ ઊજળાં રાંધ્યા
    શબ્દ વગરના સોય-દોરથી, જન્મારા લ્યો સાંધ્યા..

    વાહ..ખૂબ મઝાનું ગીત

  2. ખૂબ જ સરસ ગીત છે.

  3. Anonymous says:

    કુંવરી કન્યાના કોડના ભાવને વ્યક્ત કરતું સરસ ભાવગીત.

  4. ઉમેશ જોષી says:

    ખૂબ ખૂબ સરસ ગીત રચના છે.

  5. ખુબ સરસ ગીત

  6. ક્રિષ્ણકાન્ત રાવ -બેવફા says:

    દૂધ ગરમ ને મેરવણમાં છાશ તણા છાંંટા
    રાણી ઉપર રાજા ને પછી ગૂલામ ઉતર્યો
    જીતી ના રાણી કે ના રાજા , પણ એકલો
    ટક્કર બધાને મારી , જોક્કરે જીતી બાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: