લખ સખી લખ
કાચો ઉતરડી ગયો નખ
લખ સખી લખ.
મઘમઘતી વાડી દેખાડીને દીધી છે ધગધગતી બાવળની વાડ
જોયો તો દોમદોમ વડલો ત્યાં ઉભું છે ઊંચું ને ઊંચું રે તાડ
ક્યાં જઈ ગાવું આ દખ
લખ સખી લખ.
માવઠાને ચોમાસું માનીને મોહી એમ ટોકનાર દેતા રે ડામ
સપનામાં આવીને બોલે ઇ કાગડાનું ક્યાં છે ઠેકાણું ને ઠામ !
રોજ રોજ પીવા આ વખ
લખ સખી લખ.
બાંધીશું મહેલ ક્યાંક એવા ભરોસે મેં પાતાળે સંતાડી ચીજ
દિનદિન ઓરતા તો ઓસરતા જાય રાત રોજ રોજ વરસાવે ખીજ
હવે આંખુયે સુક્કી સાવ ખખ
લખ સખી લખ.
આગળની શેરીમાં વાગે છે ઢોલ મ્હાલે રે ગામ
સપનાંઓ ઘોળતી ને રંગોળી દોરતી હું ઓલાતી રોજ રોજ ઠામ
કાળ ઊભો છે પડખોપડખ
લખ સખી લખ.
ઊડતું જાય લોહી મારું, ઠરડાતા શ્વાસ દિન જુએ કે જુએ ના રાત
છેલ્લીવારુકી હા, છેલ્લી વારુકી આ કે’વાની કહી દીધી વાત
વાળ પાછું જે લીધું તું સખ
લખ સખી લખ.
~ કાસમ બ્લોચ
કેવું સરસ ગીત !

સરસ ગીત.
Saras geet
ખૂબ ખૂબ સરસ ગીત..
ગામ, કૃષી પ્રતિકો માં સરસ ગીત રચ્યું છે.
લખ સખી કહીને આખું અંતર ખોલી દીધું ગીતમાં
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર હરીશભાઈ, મેવાડાજી, ઉમેશભાઈ, છબીલભાઈ, સુરેશભાઇ અને સતીશભાઈ.
મસ્ત મસ્ત ગીત
ખુબ સરસ ગીત