ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’ – તું તારા દિલનો દીવો

🥀 🥀

તું તારા દિલનો દીવો થા ને
ઓ રે ઓ રે ઓ ભાયા ….

રખે કદી તું ઊછીના લેતો, પારકાં તેજ ને છાયા
એ રે ઊછીના ખૂટી જશે ને, રહી જશે પડછાયા
ઓ રે ઓ રે ઓ ભાયા…..

કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેટ છુપાયા
નાની શી સળી અડી ના અડી, પ્રગટશે રંગમાયા
ઓ રે ઓ રે ઓ ભાયા…..

આભમાં સૂરજ ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા
આતમનો તારો દીવો પેટવવા, તું વિણ સર્વ પરાયા
ઓ રે ઓ રે ઓ ભાયા…..

~ ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’ 

કવિ, સંપાદક, અનુવાદક.

કાવ્યસંગ્રહ ‘સાધના’

O.P 12.10.2020

*****

Varij Luhar – અવિસ્મરણીય કાવ્ય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *