બદરી કાચવાલા ~ ભૂલે-ચૂકે મળે તો * સ્વર મહમ્મદ રફી

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું.

~ બદરી કાચવાલા

કાવ્ય : બદરી કાચવાલા * સ્વર: મહમદ રફી * સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

2 thoughts on “બદરી કાચવાલા ~ ભૂલે-ચૂકે મળે તો * સ્વર મહમ્મદ રફી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *