કૃષ્ણલાલ શ્રીધરાણી ~ અમે તો સૂરજના

સૂરજના છડીદાર

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !

સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ ગીત ગાનાર

નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર !

પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ રસ પાનાર !

જાગો ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર !

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

કવિને જન્મદિને સ્મૃતિવંદના

2 thoughts on “કૃષ્ણલાલ શ્રીધરાણી ~ અમે તો સૂરજના”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *