જુગતરામ દવે ~ અંતરપટ અદીઠ * Jugatram Dave

અંતરપટ અદીઠ

અંતરપટ આ અદીઠ! અરેરે! આડું અંતરપટ આ અદીઠ!

અહીં મેં માંડી, તહીં તેં માંડી, આંખની આતુર મીટ;
પળ ઊપડી પટ પુનઃ બિડાયું, વા વાયો વિપરીત.
અરેરે!..

તું મારાં હું તારાં ઝીલું વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત.
અરેરે!…

આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ, પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહિ ચિત્ત.
અરેરે!…

ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી વાડ કે ભીંત;
હાથ ચડે નહીં તોય નડે, આ ઝાકળઝીણું ચીર.
અરેરે!…

~ જુગતરામ દવે 1.9.1888 – 14.3.1985

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    અરેરે! શબ્દ મૂકીને કવિએ વેદનાને ઉજાગર કરી કમાલ કરી છે.

  2. વાહ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: