કૃષ્ણલાલ શ્રીધરાણી ~ માન તમારે હાથ ન સોંપ્યું * Krushnalal Shridharani

સ્વમાન

માન તમારે હાથ ન સોંપ્યું;
                  કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
                  શર સૌ પાછાં પામશો.

ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
                 વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
                  પર્વત ચીરે ઝાટકે            

હિમાદ્રિ અમલિન સુહાસે
                 ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
                 હાસ્ય કરી અવહેલતો         

રેતી કેરા રણ ઉપર ના
                બાંધ્યા મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
                પાયા રોપ્યા પ્રાણના !

માન તમારે હાથ ન સોંપ્યું,
                કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
                શર સૌ પાછાં પામશો.

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

કવિના જન્મદિને સ્મૃતિવંદના

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    બહુ આયામી પ્રતિભાના સ્વામી, કવિના જન્મદિને સ્મૃતિવંદના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: