કિશોર જિકાદરા ~જગત તો બોલવા

🥀🥀

*તમે ઠરજો*

જગત તો બોલવા ઉશ્કેરશે પણ મૌનને ધરજો,
અછડતો નામનો ઉલ્લેખ કરવો હોય તો કરજો.

તમે જાણો જ છો કે આંખ ભીની રાખવી ક્યારે,
તમારું લાગશે સારું,બને તો આહ પણ ભરજો,

ન વાંસોવાંસ દોડી આવતાં પૂછ્યા વિના અમને,
તમે આ ખોળિયું ઇચ્છા પડે ત્યારે જ પરહરજો,

ફકત હું આટલું માંગું પ્રભુ વરદાન આપે તો,
અકાળે ભાલથી કુમકુમ કદી ના કોઈનું ખરજો.

રહ્યો છે ન્યાય કુદરતનો, નથી બેમત કશો એમાં,
તમે ઠાર્યો હશે જેવો મને, એવા તમે ઠરજો.

~ કિશોર જિકાદરા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *