કિશોર બારોટ ~ સથવારાની

*સંબંધવિચ્છેદની ક્ષણે*

સથવારાની છેલ્લી પળને શીદ ક્લુષિત કરીએ,
હશે ઋણાનુબંધ આટલો
, સહજ સ્વીકારી લઈએ.
હૈયામાં સદ્ભાવ ધરીને
, હસતાં છુટ્ટાં પડીએ.
હશે ઋણાનુબંધ આટલો
, સહજ સ્વીકારી લઈએ.

જીવનપથના એક મુકામે, હું ને તું બે મળ્યાં,
દૂધમાં સાકર માફક બંને એકબીજામાં ભળ્યાં
,
એ મીઠપને થૂંકી
, શાને કડવો ક્લેશ ચગળીએ?
હશે ઋણાનુબંધ આટલો
, સહજ સ્વીકારી લઈએ.

ગંગા તીરે તરતા દીવા પળ બે પળ જો મળે,
મળ્યાં એટલી મોજ ગણીને તરત જ છુટ્ટાં પડે.
એમ જ બસ ઝળહળતાં રહીને કાળપ્રવાહે વહીએ.
હશે ઋણાનુબંધ આટલો
, સહજ સ્વીકારી લઈએ.

~ કિશોર બારોટ

જોડાવું, છૂટા પડવું નિયતિ છે પણ એનું આ સત્ય જો જાણીને આચરી શકાય તો સંસાર કેટલો સુંદર બની જાય !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *