સંજુ વાળા ~વિચારને વલોવી

🌸

*ત્રુઠાત્રુઠા*

વિચારને વલોવી કરે પ્રયત્ન જૂઠા
એ તીર હોય તો પણ છે જન્મજાત બૂઠાં

જરાક ઝીણવટથી તું કાન માંડી જો, તો
તનેય સંભળાશે બબડતાં બેઉં પૂઠાં

જગત છે કાચનું ઘર, સૌ ચીજ કાચની આ-
છે પોત તારું મારું ય કાચ મુઠ્ઠેમૂઠા

હો પાંખની પ્રતીતિ ને આભ માટે ઝંખા
હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠાં

સ્વભાવગત્ ફકીરી મિજાજનો મહોત્સવ
એ રેવડી ય પામીને બોલે ત્રુઠાત્રુઠા

~ સંજુ વાળા

ચાહે કવિતા કે બીજું કશુંય… જ્યારે સહજ ન હોય ત્યારે એ કૃત્રિમતા બુઠા તીર જેવી બની રહે છે…. બસ આ વિચારથી આ મિજાજથી ગઝલ શરૂ થાય છે ને ઉત્તમ શેરની હાર ઉતરે છે…. ભાવક ત્રુઠા ત્રુઠા ….  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *