છત્રી
મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું?’
‘ખૂલવું-બંધ થવું, પલળવું-સુકાવું’
મલકાઈને એ બોલી
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
મેં પૂછ્યું:
‘તને સંતોષ છે?’
એણે કહ્યું ‘હા’
મેં પૂછ્યું: ‘કેમ?’
એણે શરમાતાં શરમાતાં કહ્યું:
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’
~ કિશોર શાહ (27.12.1847)
કિશોર શાહ મૂળ કચ્છના બેરાજા ગામના. જન્મ અને વસવાટ મુંબઈ.
કાવ્યાનુવાદ પ્રવૃત્તિપ્રેમી.
કાવ્યસંગ્રહ : ‘એશ ટ્રેમાં આથમતો સૂર્ય’
રજનીશજીના પુસ્તક ‘જળ પર હસ્તાક્ષર’નો અનુવાદ કર્યો છે.
